26 ઑગસ્ટ, 2013

HTAT મુખ્ય શિક્ષક- NOTIFICATION 7 AUGUST...2013.......

COURTESY BY EDUCATION DEPARTMENT OF GUJARAT


રાષ્ટ્રીય સાક્ષરતા અભિયાન વ્યવસ્થાપનનું માળખું.....


વિઘાદીપ યોજના

                                                                                             ક્રમાંક : પ્રા.શિ.નિ./ચ-૧/૦૮/૧૭૮૦-૧૮૦૪ 
                                                                                             પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, 
                                                                                             બ્‍લોક નં. ૧૨/૧, ડૉ. જી. મ. ભવન, ગુ. રા., 
                                                                                             ગાંધીનગર, તા. ૨-૬-૨૦૦૮. 
પ્રતિ,
જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્‍લા શિક્ષણ સમિતિ, તમામ, 
શાસનાધિકારીશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, તમામ
વિષય : ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્‍માત વિમા યોજના વિમાની કામગીરી વચગાળાની વ્‍યવસ્‍થા તરીકે વિમા નિયામકશ્રી દ્વારા હાથ ધરવા બાબત.
સંદર્ભ : (૧) ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં, ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧ (૨૧) ઝ, તા. ૨૫-૬-૨૦૦૭, અને ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧ (૨૧) પાર્ટ – ઝ, તા. ૩૧-૩-૨૦૦૮, તથા (૨) વિમા નિયામકની કચેરી, રાજ્ય વિમા નિધિ, ગાંધીનગરનાં પત્ર ક્રમાંક : વિ.નિ. / વિકાસ / પુ. ૧/ જીપીઓ ૧૭૨૩, તા. ૯-૪-૨૦૦૮ અને પત્ર ક્રમાંક : વિ.નિ. / વિકાસ / પુ. ૧ / જીપીએ/૨૪૦૦૦, તા. ૨૧-૫-૨૦૦૮

      ઉપરોકત વિષય પરત્‍વે જણાવવાનું કે, ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગનાં ઠરાવ ક્રમાંક : પીઆરઇ/૧૨૦૧/ઇએમ/૩૩૯/કઇ તા. ૧૫-૩-૨૦૦૨ થી, માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક, અને પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે વિમા રક્ષણ આપવા બાબતની ‘‘વિદ્યાદીપ વિમા યોજના’’ અમલમાં મૂકવામાં આવેલ હતી. જેના બદલે, સંદર્ભ : (૧) માં જણાવેલ ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧(૨૧) ઝ, તા. ૨૫-૬-૨૦૦૭ (નકલ સામેલ છે.) થી, ‘‘ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્‍માત વિમા યોજના’’ તા. ૧-૪-૨૦૦૮ થી અમલમાં મૂકવામાં આવેલ છે. 
                 આ બાબતે, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તથા શાસનાધિકારીશ્રીઓની તા. ૪-૪-૨૦૦૮ નાં રોજ રાખેલ બેઠકમાં, ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં, સંદર્ભ : (૧) માં જણાવેલ ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧ (૨૧) પાર્ટ – ઝ, તા. ૩૧-૩-૨૦૦૮ ની નકલ રૂબરૂમાં આપવામાં આવેલ હતી. જે મુજબ, માહે : એપ્રિલ – ૨૦૦૮ માં બનેલ બનાવોને લગતાં કેસો વચગાળાની વ્‍યવસ્‍થા તરીકે, વિમા નિયામકશ્રીની કચેરીને મોકલવાના થતા હતાં. હાલ સંદર્ભ : (૨) માં જણાવેલ વિમા નિયામકની કચેરીનાં તા. ૨૧-૫-૨૦૦૮ નાં પત્ર (નકલ સામેલ છે. ) થી, માહે : મેં – ૨૦૦૮ દરમ્‍યાન બનેલ બનાવોને લગતાં કેસો પણ વચગાળાની વ્‍યવસ્‍થા તરીકે, વિમા નિયામકશ્રીની કચેરીને મોકલવા જણાવવામાં આવે છે. સાથોસાથ, આ યોજનાનાં લાભાર્થી / વારસદારે કરવાની અરજીનો નમૂનો, તે સાથે જોડવાનાં કાગળોનું ચેકલીસ્‍ટ, તેમજ અન્‍ય નિયત નમૂના પણ મોકલી આપેલ છે. તો આ યોજના અંતર્ગત તા. ૧-૪-૨૦૦૮ થી જે દાવાઓ ઉદભવેલ હોય, તેના વળતર માટેની નિયત નમૂનામાં અરજીઓ આપની કક્ષાએથી જરૂરી ચકાસણી કરી, આવી દરખાસ્‍તો નિયત સમય – મર્યાદામાં ‘‘વિમા નિયામકશ્રી, વિમા નિયામકની કચેરી, રાજ્ય વિમા નિધિ, ગુજરાત સરકાર, ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્‍લોક નં. ૧૭, ૩ જો માળ, જુના સચિવાલય, ગાંધીનગર’’ ને મોકલી આપવાની રહેશે

          વધુમાં વિદ્યાર્થીનું મૃત્‍યું, કાયમી અપંગ, અથવા અંશતઃ અપંગ થવાનાં, પ્રસંગે, સંબંધિત શાળાનાં આચાર્યરીએ સાદા પત્રથી તબક્કે સીધી વિમા નિયામકની કચેરીને જાણ કરવાની રહેશે. ત્‍યારબાદ, લાભાર્થી / વારસદાર તરફથી નિયત સમય અને નમૂનામાં કચેરીને જાણ કરવાની રહેશે. ત્‍યારબાદ, લાભાર્થી / વારસદાર તરફથી નિયત સમય અને નમૂનામાં જરૂરી આધારો સહિતની દરખાસ્‍ત મેળવી લઇ, આવી દરખાસ્‍ત તાલુકા કક્ષાએ નહીં મોકલતાં, સીધી જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીની કચેરીએ મોકલવાની સંબંધિતોને સૂચના આપી, આવી દરખાસ્‍તો જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીશ્રીએ સીધી મેળવી લઇ, દરખાસ્‍તની સંપૂર્ણ ચકાસણી, નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપી, વિમા નિયામકની કચેરીને મોકલી આપવાની રહેશે. તેમજ આ યોજનાને લગતી માહિતી સરકારશ્રી દ્વારા માંગવામાં આવે ત્‍યારે, ત્‍વરીત અને સચોટ રીતે પૂરી પાડી શકાય તે માટે, તા. ૧-૪-૨૦૦૮ થી આ સાથે સામેલ પત્રક-૧ મુજબનું જિલ્‍લા કક્ષાએ રજીસ્‍ટર નિભાવી, માસનાં અંતે પત્રકઃર મુજબની તારીજ તૈયાર કરી વડી કચેરી ખા તે દર માસની ૧૦ મી તારીખ સુધીમાં રૂબરૂ રજૂ કરી, વડી કચેરી ખાતે નિભાવવામાં આવનાર રજીસ્‍ટરમાં જાતે જ નોંધ કરવાની રહેશે. 
બિડાણ : ઉપર મુજબ
(ડૉ. એસ. બી. માંડલિક)
નાયબ શિક્ષણ નિયામક
ગુ. રા. ગાંધીનગર 

EDUSATથી પ્રસારિત થનાર U-DISE અંગેના ઓરીએન્ટેશન કાર્યક્રમમાં હાજર રહેવા બાબતનો પરિપત્ર......



વિદ્યાસહાયક ભરતી-૨૦૧૩...બનાસકાંઠા જિલ્લાની ભાષાની જગ્યાઓની સંભવિત યાદી ........

COURTESY BY GURU CHANAKYA





19 ઑગસ્ટ, 2013

9 ઑગસ્ટ, 2013

FOR ONLY HTAT PREPARATION.............BEST OF LUCK FRIENDS............

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-૧૯૪૭ નું પ્રકરણ-૧ (પહેલું)